શહેરના આંતરિક માર્ગો-જાહેર શૌચાલયોની સફાઈ

0
566

ગાંધીનગર મહાનગરપાલિકાની સ્થાયિ સમિતિની બેઠક શુક્રવારે મળી હતી. જેમાં 20 જેટલા મુદ્દાઓમાંથી 18 પર મંજૂરીની મહોંર લગાવીને બે મુદ્દા મુલતવી રખાયા હતા.
મનપા વિસ્તારમાં ઝોન-1 અને ઝોન-2ના સેક્ટરના જાહેર શૌચાલયો અને આંતરિક રસ્તાઓની મેન્યુઅલી અને મિકેનાઈઝડ સફાઈ કામગીરી માટે અનુક્રમે પ્રતિમાસ 40.50 લાખ અને 40.30 લાખના ટેન્ડર મંજૂર કરાયા છે. એટલે શહેરના આંતરીક માર્ગો અને જાહેર શૌચાલયોની સફાઈ માટે વર્ષે 5,24,10,000 રૂપિયાનો ખર્ચ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here