શહેરમાં ચોમાસા પહેલાં જોખમી થાંભલા, વૃક્ષો દૂર કરવા સૂચના…

0
178

જિલ્લામાં પ્રિ-મોન્સુન બેઠક કલેકટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીની સમીક્ષા કરીને ચોમાસામાં શું તકેદારી રાખવી તેની સુચનાઓ અપાઈ હતી. કલેક્ટર દ્વારા ભારે વરસાદ- વાવાઝોડા સમયે જાનમાલને નુકશાન ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારની યાદી, સ્થળાંતર માટેના સ્થળોની યાદી અને તરવૈયાની યાદ ખાસ તૈયાર રાખવા થતાં દરેક ગામના સરપંચ, તલાટી કે સ્વૈચ્છિક સંસ્થાની સંપર્ક નંબરની યાદી પણ તૈયાર કરવા સંબંઘિત અધિકારીઓને સૂચના આપી હતી.

સાથે જ અતિભારે વરસાદ, પુરના સંજોગોમાં ફસાઇ ગયેલા લોકોને બચાવવા એન.ડી.આર.એફ. કે ભારતીય સેના બોલાવવાની આવશ્યકતા જણાયે તો તેવી એન્જસીઓને મદદરૂપ થવા ઉપયોગી સંશાધનો કર્મચારીઓની યાદી તૈયાર કરવા તથા તાલુકા, ગામવાર રસ્તા, નદીઓ, તળાવો, રેલવે લાઇન વગેરે મહત્વના સ્થાનો દર્શાવતા નકશા તથા ભૌગાલિક પરિસ્થિતિ અને રસ્તાના સામાન્ય જાણકાર એવા અનુભવી કર્મચારીઓની પણ યાદી તૈયાર કરવા કહેવાયું છે.

બચાવ- રાહત કાર્ય માટે વપરાતા ડમ્પર, ડીવોટરીંગ પંપ સેટ, બુલડોઝર, જનરેટર, હોડીઓ, લાઇફ બોયા, લાઇફ જેકેટ વગેરેની ચકાસણી કરી લેવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લામાં જર્જરીત વીજપોલનો સર્વે કરી ચોમાસું શરૂ થાય તે પહેલા જરૂર જણાય તેવા તમામ વીજપોલ બદલવા પણ જણાવ્યું હતું. વીજ સેવા ખોરવાય તો ત્વરિત શરૂ થાય તે પ્રકારનું આયોજન કરવા સૂચના અપાઈ હતી. બીજી તરફ તેમજ સી.એચ.સી. અને પી.એચ.સી. હસ્તક રહેલી એમ્બ્યુલન્સ યોગ્ય છે કે નહિ, તેની ચકાસણી કરવા પણ ભારપુર્વક જણાવ્યું હતું. વાવાઝોડા પુરની પરિસ્થિતિમાં જિલ્લામાં અનાજ, કેરોસીન, ખાધ તેલ સહિત આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સરળતાથી ઉપલબ્ઘ થઇ શકે તેવી વ્યવસ્થા કરવા સંબંધિત અધિકારીને સૂચના આપી હતી.