શું સની દેઓલની ‘ગદર 2’ 450 કરોડનો આંકડો પાર કરશે?

0
245

સની દેઓલની ફિલ્મ ‘ગદર 2’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ઓપનિંગ ડેથી શરૂ થયેલી સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મ દરરોજ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર લગભગ 230 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની કમાણીની ગતિ અટકવાની નથી કારણકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 450 કરોડનો આંકડો પાર કરી જશે. સની દેઓલ ફરી એકવાર ‘ગદર 2’માં તેના આઇકોનિક પાત્ર તારા સિંહની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ‘ગદર 2’ એ વર્ષ 2001ની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદરઃ એક પ્રેમ કથા’ની સિક્વલ છે.સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ઘણાં રેકોર્ડ્સ તોડ્યા છે. ફિલ્મ સમીક્ષક અને નિષ્ણાત કોમલ નાહટાએ પણ આ ફિલ્મ વિશે અમારા સહયોગી નવભારત ટાઈમ્સ ઓનલાઈન સાથે વાત કરી અને જણાવ્યું કે ફિલ્મની કમાણી કેટલી આગળ વધશે? કોમલ નાહટાએ કહ્યું, ‘ગદર 2એ જે કલેક્શન કર્યું છે તે બોલિવૂડમાં ભાગ્યે જ જોવા મળે છે. ફિલ્મ રીલિઝ પહેલા મેં કહ્યું હતું કે આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 200 કરોડનો આંકડો પાર કરી લેશે. પરંતુ, હું કદાચ ખોટો હતો કારણ કે તે પ્રથમ અઠવાડિયા પહેલા જ 200 કરોડને પાર કરી ગઈ છે.તેમણે કહ્યું કે, ‘ગદર 2નું ખૂબ જ સારું કલેક્શન છે અને સૌથી મોટી વાત એ છે કે લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે તેથી બીજા અઠવાડિયે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કલેક્શન જોવા મળશે એ નિશ્ચિત છે અને તે ભારતની સૌથી બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક બનવા જઈ રહી છે. તેનાથી મોટી ખુશી કોઈ હોઈ શકે નહીં.