લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય લોકશાહીના ગૌરવ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા. PM મોદીએ જણાવ્યું કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને તેના પર અમને ગર્વ છે. ભારતના બંધારણના 75 વર્ષ પૂરાં થતા આ મહત્વના અવસરે તેમણે રાજર્ષિ પુરુષોત્તમ દાસ ટંડન અને બાબા સાહેબ આંબેડકર જેવા મહાન આદર્શ પાત્રોને યાદ કર્યા, જેઓએ દેશના લોકશાહીના પાયાને મજબૂત બનાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
PM મોદીએ રાજર્ષિ ટંડન અને આંબેડકર જેવી હસ્તીઓને યાદ કર્યા
PM મોદીએ ભારપૂર્વક કહ્યું કે, રાજર્ષિ ટંડન અને આંબેડકર જેવી હસ્તીઓના પ્રયત્નોથી ભારતની લોકશાહીને આજે વિશ્વ માટે એક પ્રેરણા સ્ત્રોત બનવામાં મદદ મળી છે. આ સાથે તેમણે જાહેર કર્યું કે, ભારતમાં લોકશાહીનો મજબૂત પાયો નાગરિકોના પ્રયત્નો અને લોકશાહીની પરિપક્વતા પર આધારિત છે.