સરદાર પટેલની જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન થયું

0
1557

દેશના સરદાર પટેલની 144મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસે અમદાવાદ સહિત રાજ્યભરમાં રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના ભાગ રૂપે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ સવારે 6 વાગે શાહીબાગ પોલિસ સ્ટેડિયમથી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ રન ફોર યુનિટી સ્ટેડિયમથી રિવરફ્રન્ટ થઈ ડફનાળા થઈ અને શાહીબાગ સરદાર સ્મારક ખાતે આ દોડ પુરી થઈ હતી. રન ફોર યુનિટીમાં મોટાભાગના પોલીસ કર્મચારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો જોડાયા હતા. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજામેયર બીજલ પટેલમ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાપોલીસ કમિશનર આશીષ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here