સિદ્ધાર્થ અને કિયારા એ તેમના બોલિવૂડના મિત્રો માટે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું

0
265

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના બોલિવૂડના મિત્રો અને પરિવારના સભ્યો માટે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કર્યું હતું. સિદ્ધાર્થ-કિયારાને શુભકામના પાઠવવા માટે બોલિવૂડના અનેક સેલેબ્રિટી ઉમટી પડ્યા હતા. સિદ્ધાર્થે તેના પરિવારના સભ્યો સાથે ખાસ ફોટો સેશન રાખ્યું હતું અને મહેમાનોને વેલકમ કર્યા હતા. રિસેપ્શનમાં સૌથી પહેલી એન્ટ્રી અભિષેક બચ્ચને કરી હતી. આ સાથે જ, કાજોલ-અજય દેવગણ, અનુપમ ખેર, આશુતોષ ગોવારીકર, ગણેશ હેગડે, આલિયા ભટ્ટ, અયાન મુખર્જી, કરણ જોહર, કરીના કપૂર ખાન જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ સિદ્ધાર્થ-કિયારાના ફેન્સે બંને સેલેબ્સને અભિનંદન પાઠવ્યા હતા.