સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ…

0
352

ગુજરાતમાં ફરી એકવાર નારીશક્તિને સન્માન મળ્યું છે. ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની પસંદગી કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. આમ, આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટને આ બીજા મહિલા ચીફ જસ્ટિસ મળશે. આ સાથે જ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશભરની છ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અંગે ભલામણ કરી છે.સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા, તેઓ ત્યાંના સૌથી સિનિયર જજ હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. તેઓની નિમણૂક સાથે જ તેઓ ગુજરાત રાજ્યના બીજા મહિલા ચીફ જસ્ટિસ હશે. તો વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે.