સુરતના આ વિદ્યાર્થીઓએ બ્રહ્માંડમાં મોકલી શકાય તેવું રોવર બનાવ્યું

0
271

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વિદ્યાર્થીઓએ એક એવો રોવર તૈયાર કર્યું છે. જેને જોઈ વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં મુકાઈ જશે. કારણ કે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આ રોવર મંગલ ગ્રહ પર ગેસ, પીએચ, અમોનિયા અને પાણી સહિત ટેસ્ટિંગ કરી શકે તેઓ પ્રોટો ટાઇપ મોડલ તૈયાર કર્યું છે. એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર આ મોડલ ઇન્ટરનેશનલ રોવર ચેલેન્જમાં જશે, જ્યાં દેશ-વિદેશના લોકો હાજર રહેશે. સવીએનઆઇટીના ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા આ ખાસ અગત્યનો તૈયાર કરવામાં આવ્યું છે. આ રોવર અલગ અલગ વિભાગ જેમાં ઇલેક્ટ્રોનિક, મેકેનિકલ, સીઇ અને કમ્યુનિકેશનના 25થી પણ વધુ વિદ્યાર્થીઓ આની ઉપર મહેનત કરી રહ્યાં છે. આ રોવરનો મુખ્ય ઉદ્દેશ મંગલ ગ્રહ પર સોઇલ કલેક્શન અને એનાલિસિસ કરવાનું છે.