સેકન્ડ વીક-એન્ડમાં સિંઘમ અગેઇન કરતાં આગળ નીકળી ગઈ ભૂલભુલૈયા 3

0
57

બૉક્સ-ઑફિસ પર પહેલા અઠવાડિયે ‘સિંઘમ અગે‌ઇન’ કરતાં પાછળ રહેલી ‘ભૂલભુલૈયા 3’ બીજા વીક-એન્ડમાં આગળ નીકળી ગઈ છે. બીજા અઠવાડિયાના શુક્ર-શનિ-રવિએ ભારતમાં ‘સિંઘમ અગેઇન’નું નેટ કલેક્શન ૩૮.૭૦ કરોડ રૂપિયા થયું છે, જ્યારે ‘ભૂલભુલૈયા 3’એ આ દિવસોમાં ૪૭.૯૦ કરોડ રૂપિયા રળ્યા છે. બીજા વીક-એન્ડમાં ‘સિંઘમ અગેઇન’નો શુક્રવારે ૧૦.૧૫, શનિવારે ૧૩.૭૫ અને રવિવારે ૧૪.૮૦ કરોડ રૂપિયા બિઝનેસ થયો હતો; એની સામે ‘ભૂલભુલૈયા 3’એ આ ત્રણ દિવસોમાં અનુક્રમે ૧૨.૪૦, ૧૭.૪૦ અને ૧૮.૧૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.
‘સિંઘમ અગેઇન’નો પહેલા અઠવાડિયાનો બિઝનેસ ૧૮૬.૬૦ કરોડ રૂપિયા હતો અને ‘ભૂલભુલૈયા 3’નો ૧૬૮.૮૬ કરોડ રૂપિયા હતો. બીજા વીક-એન્ડના અંતે એટલે કે ૧૦ દિવસ પછી ‘સિંઘન અગેઇન’નો બિઝનેસ ૨૨૫.૩૦ કરોડ રૂપિયા થયો છે અને ‘ભૂલભુલૈયા 3’નો ૨૧૬.૭૬ કરોડ box ofરૂપિયા થયો છે. ‘ભૂલભુલૈયા 3’ આ તબક્કે ‘સિંઘમ અગેઇન’ કરતાં માત્ર ૮.૫૪ કરોડ રૂપિયા પાછળ છે.