સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં સુરતે દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ…

0
154

સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં સુરતે દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ સુરત શહેરની વધુ એક આગવી સિદ્ધિ: આ વર્ષે મોટી છલાંગ લગાવી ૧૩૧ શહેરોને પાછળ છોડી કુલ ૨૦૦ માર્ક્સમાંથી ૧૯૪ માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે,સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ ર૦ર૩–ર૪ માં PM10 ના રજકણોમાં ૧ર.૭૧ % નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગત વર્ષ ૨૦૨૩માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને ૧૩મો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું. ૨૦૨૩માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાઓ અને ત્રુટિઓના નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ ૨૦૦માંથી ૧૯૪ ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. સુરતની આ સિદ્ધિ બદલ આગામી તા.૦૭ સપ્ટે.ના રોજ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનાર સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે રૂા.૧.પ કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુ. કમિશનરને અર્પણ કરાશે.