હોટલ/ગેસ્ટ હાઉસમાં મુસાફરની રજિસ્ટરમાં નોંધણી ફરજીયાત

0
3681

: હોટલ/ગેસ્ટ હાઉસમાં આવનાર દરેક મુસાફરના તેમના જ હસ્તાક્ષરમાં રજિસ્ટરમાં જરૂરી નોંઘ કરવામાં આવે. દરેક મુસાફર પોતાની સંપૂર્ણ ઓળખ, ટેલીફોન નંબર, મોબાઇલ નંબર તેમજ હોટલ કે ગેસ્ટ હાઉસથી નજીકના સ્થળે રહેતા મુસાફરના પરિચિત/સગા/ ઓળખીતાનું નામ, સરનામું, ટેલીફોન, મોબાઇલ નંબરની વિગતો આ રજિસ્ટરમાં નોંઘવાની  ફરજીયાત કરવાની રહેશે. તેમજ હકીકત નોંઘાવવાની જવાબદારી હોટલ સંચાલકની નિયત કરવામાં આવી છે. તેવું જાહેરનામું બહાર પાડીને અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ગાંધીનગરે જણાવ્યું છે.

ગાંધીનગર જિલ્લાના અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એચ.એમ.જાડેજાએ જાહેરનામામાં વઘુમાં જણાવ્યું છે કે, મુસાફરના ઓળખકાર્ડ ( ચૂંટણી ઓળખકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ, કચેરીનું ઓળખકાર્ડ વિગેરે)ની સેલ્ફ એટેસ્ટેડ ફોટો કોપી હોટલના દફતરમાં રાખવાની રહેશે. ગાંધીનગર જિલ્લાની હદમાં આવતાં જિલ્લાની તમામ હોટલો/ગેસ્ટ હાઉસોના લાયસન્સ નોંઘવામાં આવેલ માલિક સિવાય કોઇએ હોટલનું સંચાલન કરવું નહી. તેમજ આવી હોટલ કોઇ પણ પ્રકારના દિવાની હક જેવા કે ભાડે ચલાવવા આપવી, ગીરોખતથી ચલાવવા આપવી વિગેરે અન્ય કોઇ વ્યક્તિને સુપ્રત કરવા કે વગર લાયસન્સે હોટલ/ગેસ્ટ હાઉસનું સંચાલન નહી કરવા માટે મનાઇ જાહેર કરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લાની હદમાં આવતાં ગાંધીનગર જિલ્લાના વિસ્તારમાં આવેલા હોટલ, ગેસ્ટ હાઉસો, ઘાબાના માલિક તથા મેનેજર તમામ કર્મચારીઓના નામ, સરનામું, નજીકના સગાની વિગતો, આંગળાની છાપો વિગેરેની હકીકતો તેમજ આવી હોટલોની અન્ય સાથી હોટલ, ગેસ્ટ હાઉસ ( SISTER CONCERN ) કયા કયા સ્થળે આવેલ છે. તેમના માલિક/મેનેજર/સંચાલક નામ, સરનામું, ટેલીફોન/મોબાઇલ નંબરની લેખિત માહિતી સંબંઘિત પોલીસ સ્ટેશન, સંબઘકર્તા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટને ફરજિયાત આપવી. ગેસ્ટ હાઉસમાં રોકનાર યાત્રિક જે વાહન લઇને આવેલ હોય તે વાહન તથા તેના રજિસ્ટ્રેશન નંબરની નોંઘ ગેસ્ટ હાઉસના રજિસ્ટરમાં કરવાની રહેશે.

આ હુકમ તા. ૧૯ / ૧૦ /૨૦૧૯ થી તા. ૧૭ /૧૨/૨૦૧૯ સુઘી બન્ને દિવસો સહિત અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here