‘૩ એક્કા’માં યશ સોની, મલ્હાર ઠાકર અને મિત્ર ગઢવીની કેમેસ્ટ્રી જોવા જેવી છે: પ્રોડ્યુસર આનંદ પંડિત

0
339

આનંદ પંડિત મોશન પિક્ચર્સ (Anand Pandit Motion Pictures) તેમની આગામી રિલીઝ ‘૩ એક્કા’ને માટે ચર્ચામાં છે. આ ફિલ્મ જાણીતા નિર્માતા આનંદ પંડિત (Anand Pandit)ની તેમના પ્રિય સહયોગી વૈશાલ શાહ (Vaishal Shah) અને જનનોક ફિલ્મ્સ (Jannock Entertainment Films) સાથેની ત્રીજી ફિલ્મ છે. અગાઉફક્ત મહિલાઓ માટે  અને `ડેઝ ઑફ તફ્રી` (Days Of Tafree) પછી બાદ આ સાથે તેમની ત્રીજી ફિલ્મ છે. ફિલ્મમાં લોકોને આકર્ષણ ઊભું કરનારું અન્ય એક પરિબળ એ છે કે તે બ્લોકબસ્ટર હિટ `છેલ્લો દિવસ`ના પ્રિય સ્ટાર્સને ફરી સાથે લાવે છે.