વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના નેપાળ પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના નેપાળ પ્રવાસે છે. આજે સવારે તેઓ કાઠમંડુ પહોંચી ગયા છે. અહીં તેઓ બે ઓફ બંગાલ ફોર મલ્ટીસેક્ટોરલ ટેક્નીકલ એન્ડ ઈકોનોમીક કો-ઓપરેશન (બિમ્સટેક) બેઠકમાં ભાગ લેશે. બિમ્સટેકની આ ચોથી બેઠકમાં વાતચીતનો એજન્ડા સુરક્ષા અને આતંકવાદ હોવાની શક્યતા છે. આંતરિક સંપર્ક અને આર્થિક સહયોગ વધારવા વિશે પણ ચર્ચા થવાની શક્યતા. આ બેઠક ઉપરાંત મોદી બિમ્સટેક નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. વડાપ્રધાન બન્યા પછી મોદીનો આ ચોથી વખત નેપાળ પ્રવાસ છે.