લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું નિધન

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટરજીનું નિધન થઈ ગયું છે. તેમને કિડનીની બીમારીના કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયત નાજુક હોવાના કારણે તેમને 10 ઓગસ્ટથી કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે ડાયાલિસિસ દરમિયાન ચેટરજીને હાર્ટ અટેક આવ્યો હતો ત્યારપછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.