અંકલેશ્વરમાંથી ઝડપાયું 518 કિલો ડ્રગ્સ….

0
82

ગુજરાતમાં વધુ એક મોટા ડ્રગ્સ રેકેટનો દિલ્હી-ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો છે. ભરૂચના અંકલેશ્વરમાંથી પોલીસે 518 કિલોગ્રામ કોકેઈન મળી આવ્યું છે, જેની કિંમત 5,000 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે.ભરૂચમાંથી 5000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સના તાર અંકલેશ્વરની કંપની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરની કંપનીમાંથી ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ખાનગી કંપનીમાંથી કોકેઈન મળી આવ્યું છે. જેમાં 5,000 કરોડનું 518 કિલો કોકેઈન જપ્ત કરાયું છે.