અંતરિક્ષમાં ભારતની વધુ એક સિદ્ધિ, ISRO દ્વારા Cartosat-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ

0
1192

ભારતીય અંતરિક્ષ એજન્સી દ્વારા આજરોજ સવારે દેશની સુરક્ષાને લઇને ઇતિહાસ રચવામાં આવ્યો છે. ISRO એ સવારે 9.28 વાગે મિલિટ્રી સેટેલાઇટ કાર્ટોસેટ-3 નું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે.હવે ભારતીય સેના પાકિસ્તાનની નાપાક હરકત અને આતંકી ગતિવિધિઓ પર બાઝ નજર રાખી શકે. જરૂરિયાત પડશે તો આ સેટેલાઇટની મદદથી સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પણ કરાવશે.

ISROની વધુ એક ઉડાન PSLV-C-47 મારફતે અમેરિકાના 13 સહિત Cartosat-3 સેટેલાઇટ લોન્ચ કરાયો છે. ચંદ્રયાન-2 પછી બીજુ મહત્વનું મિશન છે. ISRO આજે 14 સેટેલાઇટ અવકાશમાં પ્રસ્થાપિત કરશે.ISRO એ કાર્ટોસેટ-3 સેટેલાઇટને આજરોજ સવારે 9.28 વાગે શ્રીહરિકોટના દ્વીપ પર આવલે સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC SHAR)ના લોન્ચપેડ 2થી લોન્ચ કરવામાં આવ્યો. કાર્ટોસેટ-3 સેટેલાઇટ PSLV-C47 રોકેટથી છોડવામાં આવ્યું. કોર્ટોસેટ-3 પૃથ્વીથી 509 કિમીની ઉંચાઇ પરચક્કર લગાવશે.

Cartosat-3 પોતાની સીરીઝનું નવમું સેટેલાઇટ છે. કાર્ટોસેટ-3નો કેમેરો એટલો તાકાતવર છે કે અંતિરક્ષમાં 509 કિમીની ઉંચાઇ થી જમીન પર 9.84 ઇંચની ઉંચાઇ સુધીની સ્પષ્ટ તસ્વીર લઇ શકશે. એટલે તમારા હાથમાં બાંધેલી ઘડિયાળ પર જોવા મળતા સમયની પણ જાણકારી આપી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here