અમદાવાદમાં રથયાત્રા યોજવા અંગે પરિસ્થિતિ જોઇને જ નિર્ણય લેવાશે

0
770

કોરોનાનો બીજો વેવ શાંત પડવા માંડયો છે ત્યારે ધર્મ અને ધાર્મિકતાને વરેલા જનસમુહમાં રથયાત્રા યોજવાની વાતો જોરશોરથી થવા તો માંડી છે, પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના ત્રીજા વેવની સંભાવનાને ધ્યાનમાં રાખીને 12મી જુલાઈએ રથયાત્રા યોજવી જોઈએ કે નહિ તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.

બારમી જુલાઈએ અષાઢી બીજના દિવસો અમદાવાદમાં રંગેચંગે રથયાત્રા યોજાય તેવા મત ધર્મધૂરંધરો રાખી રહ્યા છે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રથયાત્રાને લઈને સરકાર અત્યારે કોઈ જ નિર્ણય લેવા માગતી નથી. યોગ્ય સમયે રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે.
કોરોનાની રફ્તાર ઘટી હોવાથી સરકારે દુકાનો અને વ્યાપારિક પ્રવૃત્તિઓ ચાલુ કરવાની છૂટ આપવાની હજી તો શરૂઆત કરી છે. આગામી દિવસોમાં સાવધાની રાખવી પડશે. પરિસ્થિતિ હવે પછીના દિવસોમાં કેવી કરવટ બદલે છે તે જોઈને પછી જ રથયાત્રા અંગે નિર્ણય લેવામાં આવશે. મુખ્યમંત્રીનું કહેવું છે કે કોરોનાના વાયરસની રફ્તાર ઘટી છે. પરંતુ કોરોના વાયરસની અસર ક્યાં સુધી રહેશે તેનો અત્યારને તબક્કે કોઈ જ નિશ્ચિત અંદાજ મળી શકતો નથી. આ સ્થિતિમાં રથયાત્રા યોજવા અંગે હાલને તબક્કે કોઈ જ નિર્ણય લઈ શકાય તેમ નથી. આ સંજોગોમાં લોકોએ વધારે જવાબદાર બનવાનું રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here