અમદાવાદ સહિત ગુજરાતભરમાં નીકળશે ૧૩૬ રથયાત્રા

0
178

અષાઢી બીજે અમદાવાદમાંથી નીકળતી વિશ્વપ્રસિદ્ધ જગન્નાથજી ભગવાનની રથયાત્રા માટેનો માહોલ જામતો જાય છે. આગામી રવિવારે, ૭ જુલાઈએ સમગ્ર ગુજરાતમાં અનેક નાનાં-મોટાં શહેરો અને નગરોમાંથી કુલ ૧૩૬ રથયાત્રાઓ તેમ જ ૭૩ શોભાયાત્રાઓ ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં રંગેચંગે યોજાશે. અમદાવાદની રથયાત્રાને લઈને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ-અધિકારીઓ સાથે ગઈ કાલે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.