અમિતાભ બચ્ચનની ચેહરે દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે ક્રિસ્ટલ ડીસોઝા

0
490

પૉપ્યુલર ટીવી ઍક્ટ્રેસ ક્રિસ્ટલ ડીસોઝ બહુ જલદી અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ‘ચેહરે’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરશે. આ ફિલ્મને રુમી જાફરી દ્વારા ડિરેક્ટ અને આનંદ પંડિત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સિદ્ધાંત કપૂર, રિયા ચક્રવર્તી, રઘુબિર યાદવ અને અનુ કપૂર પણ કામ કરી રહ્યાં છે. આ ફિલ્મને ૨૪ એપ્રિલે રિલીઝ કરવામાં આવશે. આ વિશે વધુ જણાવતાં ક્રિસ્ટલે કહ્યું હતું કે ‘મારા બૉલીવુડ ડેબ્યુ માટે મને ‘ચેહરે’ માટે સાઇન કરવામાં આવી એ માટે હું ખૂબ જ ગર્વ અનુભવી રહી છું. મહાન ઍક્ટર સાથે કામ કરવાની મને તક આપવામાં આવી એ માટે હું રુમી સર અને આનંદ સરનો આભાર માનુ છું. મારા માટે આ એક સપનું પૂરું થયા બરાબર છે અને આશા રાખું છું કે દર્શકોને આ ફિલ્મ પસંદ પડશે.’
આ ફિલ્મના ઍક્શન દૃશ્ય માટે તો પોલેન્ડ જઈ રહ્યાં છે. દસ ડિસેમ્બરથી આ શૂટિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે અને એ આઠ દિવસ સુધી કરવામાં આવશે. આ દૃશ્યમાં અમિતાભ બચ્ચનનો ચૅઝ સીક્વન્સ પણ છે. આ દૃશ્યમાં હૅન્ડ-ટુ-હૅન્ડ ફાઇટ કરવામાં આવશે. આ માટે બે ફૉરેન ઍક્શન ડિરેક્ટર્સનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here