ઍર ઇન્ડિયાની 100 ટકા ભાગીદારી નરેન્દ્ર મોદી સરકારે વેચવા કાઢી

0
226

બે વર્ષમાં ઍર ઇન્ડિયાને વેચવાની બીજી વાર કોશિશ થઈ રહી છે. સરકારે સોમવારે આ મામલે ટૅન્ડર મંગાવ્યાં છે, જેમાં ઍર ઇન્ડિયાનો 100 ટકા ભાગ વેચવાની વાત કરાઈ છે. જોકે મુંબઈ નરીમાન પૉઇન્ટસ્થિત ઍર ઇન્ડિયાનું મુખ્યાલય અને દિલ્હીના મહાદેવ માર્ગસ્થિત કૉર્પોરેટ મુખ્યાલય આ વેચાણમાં સામેલ નહીં કરાય. આ બંને ઇમારતો સરકાર હસ્તક રહેશે. ઍરઇન્ડિયાને ખરીદવા ઇચ્છુક દાવેદારોને 17 માર્ચ સુધીમાં ટૅન્ડર ભરવાનું કહેવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here