ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૩૦ લાખ કરોડ……

0
584

સળંગ ચોથા મહિને ભારતનું જીએસટી કલેક્શન એક લાખ કરોડ રૃપિયાથી વધારે રહ્યું છે. ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૩૦ લાખ કરોડ રૃપિયા રહ્યું છે.જે જુલાઇ, ૨૦૧૭ પછીનું બીજું સૌથી મોટું કલેકશન છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ, ૨૦૧૭માં જીએસટી લોન્ચ કરવામાં આવ્યું હતું. ઓકટોબરના જીએસટી આંકડા સંકેત આપી રહ્યાં છે કે ભારતીય અર્થતંત્ર કોરોના મહામારીની મંદીમાંથી બહાર આવી રહ્યું છે તેમ નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

અત્યાર સુધીનું સૌૈથી હાઇએસ્ટ કલેક્શન એપ્રિલ, ૨૦૨૧માં ૧.૪૧ લાખ કરોડ રૃપિયા નોંધવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર, ૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧.૧૭ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૦૫ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.ઓક્ટોબર, ૨૦૨૦ની સરખામણીમાં ઓક્ટોબર, ૨૦૨૧નું જીએસટી કલેક્શન ૨૪ ટકા વધુ રહ્યું છે. જ્યારે ઓક્ટોબર, ૨૦૧૯માં જીએસટી કલેક્શન ૯૫,૩૮૦ કરોડ રૃપિયા રહ્યું હતું. ઓક્ટોબર, ૨૦૧૯ની સરખામણીમાં ઓક્ટોબર, ૨૦૨૧નું જીએસટી કલેક્શન ૩૬ ટકા વધુ રહ્યું છે.

ઓક્ટોબર, ૨૦૨૧નું જીએસટી કલેક્શન એપ્રિલ, ૨૦૨૧ પછીનું સૌથી વધુ રહ્યું છે. એપ્રિલ, ૨૦૨૧માં જીએસટી કલેક્શન વિક્રમજનક ૧.૪૧ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું. જુલાઇ, ૨૦૨૧માં જીએસટી કલેકશન ૧.૧૬ લાખ કરોડ રૃપિયા અને ઓગસ્ટ, ૨૦૨૧માં જીએસટી કલેક્શન ૧.૧૨ લાખ કરોડ રૃપિયા રહ્યું હતું.

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે સપ્ટેમ્બર, ૨૦૨૧માં કુલ જીએસટી કલેક્શન ૧,૩૦,૧૨૭ કરોડ રૃપિયા રહ્યું છે. જેમાં સેન્ટ્રલ જીએસટી ૨૩,૮૬૧કરોડ રૃપિયા, સ્ટેટ જીએસટી ૩૦,૪૨૧ કરોડ રૃપિયા, ઇન્ટેગ્રેટેડ જીેએસટી ૬૭,૩૬૧ કરોડ રૃપિયા છે.

નાણા મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે જીેએસટીના આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે અર્થતંત્ર ઝડપથી રિકવર થઇ રહ્યું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર તહેવારોની સિઝનને પગલે ે આગામી સમયમાં જીએસટી કલેક્શન ઉંચું જ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here