કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં એસટી બસ સેવા ચાલુ

0
88

મુખ્યમંત્રીએ રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે એસટી બસ સેવા ચાલુ કરવા માટે મંજૂરી આપી છે. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં બસ સેવા ચાલુ કરવામાં આવશે. કન્ટેઇન્ટમેન્ટ ઝોન તેમજ માઇક્રો કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં આજથી એસટી બસ સેવા ચાલુ કરવામાં આવશે. વાહન વ્યવહાર મંત્રીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે નક્કી કર્યાં મુજબ આવતીકાલથી સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી બસ સેવા કાર્યરત રહેશે. જેમાં અમદાવાદ અને સુરતની બસોમાં માત્ર 50 ટકા જ લોકો બેસી શકશે. આ સિવાય અન્ય જિલ્લાઓમાં કુલ 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે બસ સેવા ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત કોઈપણ મુસાફર ઊભા ઊભા મુસાફરી કરી શકશે નહીં. રાજ્ય સરકાર સૂચના ના આપે ત્યાં સુધી અમદાવાદનું મુખ્ય બસ સ્ટેન્ડ ગીતામંદિર ચાલુ કરવામાં આવશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here