કુડાસણ ખાતેથી રેનબસેરાને અન્યત્ર ખસેડાશે: મેયરશ્રી રીટાબેન પટેલ 

0
84

સુપ્રિમકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે દરેક શહેરમાં ઘર વિહોણા લોકો કે જેઓ છુટક મજુરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે તેમને ખુલ્લામાં રહેવુ ન પડે તે માટે ઘરની સગવડ હોવી જોઇએ. તે મુજબ ગાંધીનગર શહેરની બાજુના કુડાસણ ખાતે
પણ રેન બસેરા મનપા દ્વારા બનાવવા નક્કી કરવામાં આવેલ. જેની જમીન ગુડા દ્વારા ફાળવવામાં આવેલ. પરંતુ તાજેતરમાં કુડાસણની રાજધાની સોસાયટી, બીજી અન્ય સોસાયટીઓના રહીશો, સરપંચશ્રી તથા ધારાસભ્યશ્રીએ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવનાર રેન બસેરા અન્યત્ર જગ્યાએ ખસેડવા રજૂઆતો કરેલ હતી.
તે સંદર્ભ મનપાના મેયરશ્રી રીટાબેન પટેલ અને કમિશનરશ્રીએ ગાંધીનગરના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ સાથે મીટીંગ કરી અને આ બાબતે વિગતે ચર્ચા કરી.

પ્રભારીમંત્રીશ્રીએ મેયરશ્રી રીટાબહેનને તેમની કક્ષાએ નિર્ણય લેવા કહ્યુ. જેથી સઘન વિચારણાને અંતે, કુડાસણ અને તેની આજુબાજુની સમગ્ર જનતાની લાગણી તથા માંગણીને ધ્યાને લઇ, તેઓની રજૂઆતો સકારાત્મક રીતે લઇ, રેન બસેરાનું કામ તાત્કાલિક બંધ કરી, અન્યત્ર ખસેડવા મેયરશ્રી રીટાબહેને કમિશનરશ્રીને સૂચના આપી તેમજ નવી યોગ્ય જમીન માટે માર્ગ અને મકાન વિભાગ તથા ગુડામાં દરખાસ્ત કરવા કહ્યું. ઉપરાંત મેયરશ્રીએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગર શહેર અને મનપા હદ વિસ્તારની પ્રજાની લોકવાચાને અમે હમેશા અગ્રિમતા આપીશુ અને તેમના પ્રશ્નોના સમાધાન માટે હમેશા કટિબધ્ધ રહીશું. મેયરશ્રી રીટાબેન પટેલના આ ઉમદા નિર્ણયથી રજુઆત કરતા નાગરિકો અને કુડાસણવાસીઓમાં ખુશીની લહેર ફેલાઇ ગઇઠેર ઠેર તેમના આ નિર્ણયને લોકો દ્વારા આવકારવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here