‘ક્યાર’ વાવાઝોડાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદથી, હજી ચાર દિવસની આગાહી

0
1450

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો છે. 29 જિલ્લા અને 137 તાલુકામાં વરસાદને પગલે ઊભા પાકને નુકસાન થયા હોવાના અહેવાલો છે.નુકસાનને પગલે સૌરાષ્ટ્રના કેટલાય ખેડૂતોએ પાકવીમાની માગ કરી હોવાનું પણ મીડિયા-રિપોર્ટ જણાવી રહ્યા છે. હવામાનવિભાગે આગાહી કરી છે કે હજુ આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તથા છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં ક્યાર વાવાઝોડાના કારણે ગત અઠવાડિયાથી વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓ તથા દાદરાનગર હવેલી અને દમણમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે કચ્છમાં પણ કમોસમી વરસાદ પડે એવી શક્યતા છે. આવનારા ચાર દિવસો માટે કચ્છના વિવિધ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here