ખેડૂતોનાં મુદ્દે કોંગ્રેસ પાક વીમા સહિતનાં મુદ્દે કરશે રાજ્યવ્યાપી આંદોલન

0
1211

ગુજરાત કોંગ્રેસ વિવિધ મુદ્દાઓને લઈને રાજ્ય વ્યાપી આંદોલન કરશે. આજે પ્રદેશ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેઓએ કમોસમી વરસાદ અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક વલણ અપનાવશે તેમ જણાવ્યું હતું. સાથે 8થી 10 નવેમ્બરે તાલુકા કક્ષાએ આંદોલન કાર્યક્રમ યોજશે. કોંગ્રેસ 10, 11 અને 12 નવેમ્બરે રાજ્યવ્યાપી પ્રદર્શન કરશે.કોંગ્રેસ માવઠાથી નુકસાન, પાક વીમા મુદ્દે આંદોલન કરશે. તો સાથે જ આર્થિક મંદી અને અન્યો પ્રશ્નો બાબતે આંદોલન કરશે. દેશ અને ગુજરાતમાં ભાજપ અન્યાય કરે છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો. સાથે કહ્યું કે, મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. કોંગ્રેસે કહ્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે વધુ વરસાદથી અને કમોસમી વરસાદથી ખેડૂતની સ્થિતિ વણસી છે. મોંઘવારીથી પ્રજાનું જીવન અસ્તવ્યસ્ત થયું છે. દેશની આજની સ્થિતિ કંઈક અલગ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here