ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આપી 240 કરોડનાં વિકાસકામોની ભેટ

0
40

તાપી જિલ્લામાં યોજાનારા ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વસંધ્યાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 240 કરોડનાં વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે તાપી જિલ્લાનાં વિકાસ અર્થે રૂપિયા 2.50 કરોડનો ચેક જિલ્લા કલેક્ટરને અને રૂપિયા 2.50 કરોડનો ચેક જિલ્લા વિકાસ અધિકારીને મુખ્યમંત્રીએ અર્પણ કર્યો હતો. ‘સ્વર્ણિમ ભારત : વિરાસત ઔર વિકાસ’ ની થીમ સાથે સમગ્ર ભારતવર્ષમાં પ્રજાસત્તાકની ઉજવણી થઈ રહી છે. રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને કલેક્ટર ડૉ. વિપિન ગર્ગની રાહબરી હેઠળ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ છે, ત્યારે તાપી જિલ્લામાં (Tapi) રૂ. 124 કરોડનાં 20 કામોનાં લોકાર્પણ અને 115 કરોડનાં 41 કામોનાં ખાતમુહુર્ત મળી કુલ રૂ. 240 કરોડનાં 61 કામોનાં ઇ-લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. જે તાપી જિલ્લાનાં નાગરિકોની સુખાકારી અને પ્રગતિમાં વધારો કરશે.