ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે….

0
243

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર મોટો પલટો આવ્યો છે. ગુજરાતમાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ઉત્તર ગુજરતથી દક્ષિણ ગુજરાત સુધી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યાં છે. આવુ લાંબા સમય બાદ જોવા મળ્યું કે, ફેબ્રુઆરીમાં આટલી ઠંડી અનુભવાઈ હોય. જોકે આગાહી મુજબ, હવે ઠંડીને રાઉન્ડ આવશે. જેમ ઠંડી અનુભવાઈ રહી છે તેના કરતા વધુ ઠંડી અનુભવાશે.
ફેબ્રુઆરી મહિનામાં કાતિલ ઠંડીનો પણ એક રાઉન્ડ આવવાનો છે. અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે. જેમાં લઘુત્તમ અને મહત્તમ બન્ને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. આગાહી મુજબ, હાલ અરબી સમુદ્રમાંથી વાદળો આવી રહ્યા છે તેના કારણે લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ પવનની દિશા જોઇએ તો પૂર્વથી ઉત્તર પૂર્વ તરફના ફૂંકાઇ રહ્યા છે. આવામાં ગુજરાતમાં ઠંડી પ્રસરી ગઈ છે. રાતે અને વહેલી સવારે લોકો ઠુઠવાઈ રહ્યાં છે.

આગાહી મુજબ, આગામી 19 થી 22 ફેબ્રુઆરી દરમિયાન મજબૂત પિશ્ચિમી વિક્ષેપ આવશે. જેમાં તાપમાનનો પારો ફરીથી ગગડશે. એટલે એ દિવસોમાં પણ તમને વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે.