ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ : અશોક ગેહલોતે

0
1659

ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ઘમાસાણ મચી ગયુ છે. તેમાંય ગુજરાતના CM વિજય રૂપાણી અને રાજસ્થાનના CM અશોક ગેહલોત આ મામલે આમને સામને આવી ગયા છે. CM રૂપાણીની ટીપ્પણી બાદ અશોક ગેહલોતે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ ન મળ્યો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો દારૂ મળ્યો તો વિજય રૂપાણીએ રાજનીતિ છોડી દેવી પડશે.

મુદ્દાએ ત્યારથી તુલ પકડી હતી જ્યારે અશોક ગેહલોતે ગુજરાતમાં દારૂ બંધી મુદ્દે ટીપ્પણી કરી હતી. અશોક ગેહલોતે કહ્યુ હતુ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘેર ઘેર દારૂ પીવાય છે. અને મળે છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકાર બચાવમાં મેદાને પડી હતી અને CM વિજય રૂપાણીએ આ મુદ્દે રાજસ્થાનમાં દારૂ બંધી કરવા અંગે પડકાર ફેંક્યો હતો. સામે પક્ષે અશોક ગેહલોતે પણ સરકારને ચુનોતી આપી છે.

 

 

ગુજરાતના CM રૂપાણી જો સાબિત કરી દે કે ગુજરાતમાં દારૂ નથી મળતો તો હું રાજનીતિ છોડી દઈશ અને જો ત્યાં દારૂ મળવાની વાત પુરવાર થઈ તો રૂપાણી પણ રાજકારણ છોડી દેવુ જોઈએ. ગહલોતે કહ્યુ કે, ગુજરાતમાં આઝાદી બાદથી દારૂબંધી છે પરંતુ કોઈને પણ પૂછી લો ત્યાં સરળતાથી દારૂ મળી જાય છે, આ વાત ગુજરાતના લોકો જાણે છે, તે વ્યક્તિ દારૂ પીતી હોય કે ન પીતી હોય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here