રાજ્યના રીયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી વિજય રુપાણીએ આજે વિવિધ જાહેરાતો કરી હતી. અમદાવાદમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રની માતૃસંસ્થા ક્રેડાઇના કાર્યક્રમ વિવિધ 15 કેટેગરીમાં ડેવલપર્સને એવોર્ડ આપવામાં આવ્યા તો સાથે જ મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉર્જામંત્રી સૌરભ પટેલને પણ એવોર્ડ એનાયત થયો.
આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 3 હજારથી વધુ ડેવલપર્સ હાજર રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ બાંધકામ ક્ષેત્ર માટે અનેક મહત્વની જાહેરાતો કરી હતી. મુખ્યમંત્રી વિજય રુપાણીએ દાવો કર્યો કે, એફએસઆઇ વધાર્યા બાદ હવે તેઓ ગુજરાતના 4 મુખ્ય શહેરો અમદાવાદ, રાજકોટ, બરોડા અને સુરતમાં સ્કાયલાઇન બિલ્ડીંગો જોવા માગે છે અને તે માટે સરકારની અનેક તૈયારીઓ છે.