જિલ્લામાં 42,221 માસ્ક અને 11,774 સેનિટાઇઝરની બોટલનો જથ્થો

0
148

ગાંધીનગર જિલ્લામાં નોવેલ કોરોના વાયરસને નાથવા માટે માસ્ક અને સેનિટાઇઝરનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. આજના દિવસમાં ગાંધીનગર જિલ્લાના વાસીઓ માટે ૪૨,૨૨૧ માસ્ક અને ૧૧,૭૭૪ બોટલ સેનિટાઇઝરનો જથ્થો પર્યાપત માત્રામાં છે, તેવું ફૂડ એન્ડ ડ્રગ્સના નાયબ કમિશનર શ્રી એસ.જી.શાહે જણાવ્યું છે.ફૂડ એન્ડ ડ્રગ્સના નાયબ કમિશનર શ્રી એસ.જી.શાહે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં માસ્કનો પૂરતો જથ્થો છે.આજે તા. ૨૯મી માર્ચ, ૨૦૨૦ સુધીમાં ગાંધીનગર જિલ્લામાં ૪૨,૨૨૧ માસ્ક ઉપલબ્ઘ છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૨૨,૭૫૨, કલોલતાલુકામાં ૯,૪૯૩, માણસા તાલુકામાં ૨૯૨૨ અને દહેગામ તાલુકામાં ૭,૦૫૪ માસ્ક નો જથ્થો પર્યાપત છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સેનિટાઇઝર એ મહત્વની ભૂમિકા અદા કરીરહ્યું છે. તેમજ તે હાથે લગાવવાથી કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકાય છે. આ સેનિટાઇઝરનો જથ્થો પણ ખૂબ સારી માત્રામાં ગાંધીનગરજિલ્લામાં છે. આજે તા. ૨૯મી, ૨૦૨૦ સુધીમાં ગાંધીનગર જિલ્લામાં કુલ- ૧૧,૭૭૪ બોટલ સેનિટાઇઝરની ઉપલબ્ઘ છે. જેમાં ગાંધીનગરતાલુકામાં ૬,૯૬૦, કલોલમાં ૨,૧૬૮, માણસામાં ૧,૬૨૮ અને દહેગામમાં ૧૦૧૮ સેનિટાઇઝરની બોટલનો જથ્થો ઉપલબ્ઘ છે.

આમ નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ધટાડવા માટે જરૂરી માસ્ક અને સેનિટાઇઝરનો જથ્થો આપણી પાસે છે. તેઉપરાંત જેમ જેમ વિવિધ વિસ્તારના મેડિકલ સ્ટોર્સમાંથી આ જથ્થાનું વેચાણ થતું હોય છે. તેમ તેમ તે તાલુકાને માલ સપ્લાય નિયમિત રીતેકરવામાં આવે છે. આ બન્ને વસ્તુના વિતરણની સુચારું વ્યવસ્થા ગાંધીનગર જિલ્લાના કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાંઆવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here