જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ….

0
67

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. મધરાત્રે પૂજનવિધિ સાથે અને સાધુ સંતો, રાજકીય અગ્રણીઓની હાજરીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ કરાવાયો છે. વિધિવત પ્રારંભ પહેલા સાત લાખ ભાવિકોનો પરિક્રમાના રુટ પર પ્રવેશ કર્યો છે. જ્યારે હાલમાં પરિક્રમાના રુટ પર 4 લાખ યાત્રાળુઓ છે. તો 3 લાખ જેટલા યાત્રાળુઓએ નળ પાણીની ઘોડી વટાવી છે.પ્રકૃતિના ખોળે લીલી પરિક્રમાનો માહોલ છવાયો છે. ભાવિ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે. આખા પરિક્રમાના રુટ પર માનવ મહેરામણ જોવા મળ્યુ છે. લીલી પરિક્રમામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે. જ્યારે બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે. લીલી પરિક્રમાની શરુઆત પહેલા જ 2 યાત્રળુના હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતુ. મૃતકનું નામ પરશોતમભાઈ જગદીશભાઈનું એટેકથી મોત થયું છે. રાજકોટના મહેશ રૂડાભાઈનું પણ એટેકથી મોત થયુ છે.મળતી માહિતી અનુસાર રાજકોટના જસદણ, અમરસર, દેવળાના એક-એક ભાવિકોના મોત થયા છે. ગાંધીધામ, મુંબઈ અને અમદાવાદના એક-એક પરિક્રમાર્થીનું મોત થયુ છે. રાજકોટના ત્રણ શ્રદ્ધાળુઓના હાર્ટ એટેકને લીધે મોત થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકો 50 થી 70 વર્ષની ઉંમરના હોવાનું સામે આવ્યું છે. બે દિવસમાં 6 બાળકો સહિત 43 લોકો ગુમ થયા છે.