જ્યોતિરાદિત્ય સિંધિયા નરેન્દ્ર મોદી સરકારમાં મઁત્રી બને તેવી સઁભાવના…

0
451

જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં જોડાયાના બે જ કલાકમાં મધ્યપ્રદેશમાંથી રાજ્યસભાની ટિકિટ મળી છે. બીજેપીએ મધ્ય પ્રદેશથી સિંધિયા અને હર્ષ ચૌહાણને રાજ્યસભાના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે. રાજકીય સંકટથી પહેલા બીજેપીના ક્વોટાથી માત્ર એક રાજ્યસભા બેઠક જતી દેખાઇ રહી હતી. પરંતુ હવે બીજી બેઠક પર પણ બીજેપી જીત મેળવી શકે છે.

કોંગ્રેસનો મોટો ઝટકો આપતા પાર્ટીના પ્રમુખ યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે પાર્ટીથી રાજીનામુ આપી દીધું હતું. સિંધિયાની સાથે તેમના સમર્થક ગણાતા પાર્ટીના 21 ધારાસભ્યોના રાજીનામાથી રાજ્યની કમલનાથ સરકાર પર સંકટના વાદળ ઘેરાઇ રહ્યા છે.

ભાજપમાં જોડાયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે મારા જીવનમાં 2 તારીખ ખુબ જ મહત્વપૂર્ણ રહી છે. વ્યક્તિના જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે કે વ્યક્તિના જીવનને બદલી નાંખે છે. મારા જીવનનો પહેલો દિવસ 30 સપ્ટેમ્બર 2001, જ્યારે મેં મારા પૂજ્ય પિતાજીને ગુમાવ્યા. તેની સાથે બીજો દિવસ 10 માર્ચ 2020 જે તેમની વર્ષગાંઠ હતી, જ્યારે જીવનમાં એક નવી પરિકલ્પના અને નવા મોડનો સામનો કરવાનો નિર્ણય લીધો છે

કોંગ્રેસે પાર્ટી વિરોધી ગતિવિધિને કારણે પાર્ટીના મહાસચિવ અને પૂર્વ ગ્વાલિયર રાજ ઘરાનાના વંશજ જ્યોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીથી સસ્પેન્ડ કરી દીધા હતા.

જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશની સાથે-સાથે રાષ્ટ્રીય રાજનીતિમાં પણ સક્રિય રહ્યા છે. લોકસભા ચૂંટણીથી લઇને અલગ-અલગ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં પણ જ્યોતિરાદિત્ય સિંધિયા સ્ટાર પ્રચારકોમાં સામેલ રહ્યા.

વર્ષ 2018માં થયેલી મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી બાદ જ્યોતિરાદિત્ય સિંધિયાની નારાજગી ધીર-ધીરે સામે આવવા લાગી હતી. સિંધિયા ખુદને પણ મુખ્યમંત્રી ઉમેદવાર તરીકે જોતા હતા. જોકે, ત્યારે કમલનાથને મધ્ય પ્રદેશની કમાન સોંપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here