દરિયામાં ફસાયેલો ગાંધીનગરનો યુવક 7 મહિના બાદ ઘરે આવ્યો

0
615

કોરોના ઈફેક્ટમાં દેશ-દુનિયામાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે કોરોનાને પગલે ગાંધીનગરમાં સે-૨ ખાતે રહેતો યુવક દરિયામાં જ ફસાય ગયો હતો. 26 વર્ષીય રવિ હિરેનભાઈ શાહ મર્ચન્ટ નેવીમાં ઓફિસર છે, 13 નવેમ્બર 2019ના રોજ ઘરેથી નીકળેલા રવિની ત્રણ મહિનાની દરિયાઈ સફર 15 નવેમ્બરે શરૂ થઈ હતી. 15 માર્ચે જ શ્રીલંકા થઈને ઘરે આવી જવાનો હતો. જોકે કોરોનાના કારણે ફસાઈ ગયો હતો અને અનેક પ્રયત્નો અને જોખમ વચ્ચે તે 11 જુન 2020ના રોજ ગાંધીનગર ખાતે પહોંચ્યો હતો. તેને પડેલી મુશ્કેલીઓ તેના જ શબ્દોમાં અહીં રજૂ કરાઈ છે.

રવિ શાહે જણાવ્યું કે અમારું શીપ યુકે ઈંગ્લીશ ચેનલમાં હતું તે સમયે વંદે ભારત મિશનની ખબર પડી. જેથી અમે શીટ બુક કરાવવા માટે બેલ્ઝિયમ, ઈટલી, રોમ, કોપનહેગન, લંડન સહિતની મોટાભાગની ઈન્ડિયન એમ્બસીમાં ઈ-મેઈલ કર્યા હતા. ડબલિનથી રિપ્લાય આવ્યો હતો. અમે શીપમાંથી ઉતરવાના હતા ત્યારે વાતાવરણ ખરાબ હતું, ખરાબ વાતાવરણ વચ્ચે બે કલાક બોટમાં બેસીને અમે કિનારા સુધી પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here