દુનિયાભરમાં વધી રહ્યો છે ભારતનો દબદબો….

0
231

આ રાષ્ટ્રાધ્યક્ષો સિવાય ભારતની અધ્યક્ષતામાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક 1-2 માર્ચે દિલ્લીમાં થશે. આ બેઠકમાં રશિયા, અમેરિકા, ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત જી-20ના સભ્ય દેશોના વિદેશ મંત્રી ભાગ લેશે અને ભારતની અધ્યક્ષતામાં જી-20 સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરશે.દુનિયાના 3 મોટા નેતા આગામી કેટલાંક દિવસોમાં ભારતના પ્રવાસે આવવાના છે. તેમાં સૌથી પહેલાં 25-26 ફેબ્રુઆરીએ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ ભારત આવશે. જેના પછી 2 માર્ચે ઈટલીના નવા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની ભારતનો પ્રવાસ કરશે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બાનીઝ ભારતના પોતાના પહેલા પ્રવાસે 8 માર્ચે નવી દિલ્લી પહોંચશે.