રિટેલ-હોલસેલ વેપારીઓને MSME નાં દરજ્જાનો નિર્ણય એ ઐતિહાસિક પગલું: નરેન્દ્ર મોદી

0
428

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છૂટક અને જથ્થાબંધ વેપારીઓને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (MSME) ઉદ્યોગની સીમામાં લાવવાના નિર્ણયને ઐતિહાસિક પગલું ગણાવ્યો છે. એમની સરકાર આ સમુદાયને સશક્ત બનાવવા માટે પ્રતિબધ્ધ છે. આ નવા નિર્ણયથી છૂટક અને જથ્થાબંધ વેપારીઓને પણ બેન્કો અને નાણાકીય સંસ્થાનોમાંથી પ્રાથમિકતા પ્રાપ્ત શ્રેણીમાં લોન મળી શક્શે, એમ વડાપ્રધાને ઉમેર્યું.

કેન્દ્રના એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીએ છૂટક અને જથ્થાબંધ વેપારને એમએસએમઇ અંતર્ગત આણવાની ઘોષણા કરી છે. આ જાહેરાતના પગલે રિઝર્વ બેન્કના દિશાનિર્દેશોને અનુરૃપ બેન્કોની પ્રાથમિકતા પ્રાપ્ત શ્રેણી અંતર્ગત લોનનો લાભ લઇ શકશે.

પીએમ મોદીએ આ સંદર્ભમાં ટિવટ કર્યું કે અમારી સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારને એમએસએમઇમાં સામેલ કર્યો હોવાથી આપણા કરોડો વેપારીઓને સહેલાઇથી લોન મળશે. એમને બીજા કેટલાક લાભ પણ મળશે, જેથી એમના ધંધા – વેપારમાં પ્રગતિ થશે. એમ આપણા વેપારીઓને સશક્ત બનાવવા માટે પ્રતિબધ્ધ છીએ.

સરકારના આધિકારિક સૂત્રોએ જણાવ્યું કે કેન્દ્રના આ નિર્ણયથી 250 કરોડ રૃપિયા સુધીનો વેપાર કરનારા નાના છૂટક અને જથ્થાબંધ વેપારીઓ તુર્તજ પ્રભાવિત થશે. એમને આત્મનિર્ભર ભારત કાર્યક્રમ અંતર્ગત ઘોષિત વિભિન્ન યોજનાઓ અંતર્ગત તત્કાળ લોન મળી શક્શે.

છૂટક વેપારી મંડળોએ પણ સરકારના આ પગલાનું સ્વાગત કર્યું છે. એમણે પ્રતિભાવમાં કહ્યું છે કે કોરોનાથી વિષમપણે પ્રભાવિત થયેલા વેપારીઓને આ પગલાંથી રોક્ડ સહાય મળી શક્શે, જેની એમને બહુ જ જરૃર છે.

રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (આરએઇ) એ જણાવ્યું કે આ પગલાંથી છૂટક સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને (એમએસએમઇ) એમના બચાવ, પુનરુધ્ધાર અને આગેકદમ માટે ટેકો મળી રહેશે. આરએમઆઇના મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઇઓ) કુમાર રાજગોપાલને કહ્યું કે સરકારના આ ઐતિહાસિક નિર્ણયની વેપાર – કારોબાર પર સંરચનાત્મક અસર થશે. આથી વેપારીઓને નાણા – પ્રાપ્તિ માટેના બહેતર વિકલ્પ મળી રહેશે, જેનાથી એ સંગઠિત થઇ શક્શે.

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ) એ પ્રતિભાવમાં સરકારના પગલાંને બિરદાવ્યું છે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી ભરતિયા અને મહાસચિવ પ્રવિણ ખંડેલવાલ કહ્યું કે પગલાંથી વેપારીઓને લોન ઉપરાંત અન્ય સરકારી યોજનાઓના લાભ મળી શક્શે, જે એમએસએમઇ શ્રેણી અંતર્ગત મળતા રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here