મને લાગે છે હું ભારતમાં જ છું : મોદી

0
843

સંબોધનમાં તેમણે ભારત અને બહેરિનના સંબંધોની વાત કરી હતી. મોટી સંખ્યામાં ભારતીયોને જોઇને મોદીએ કહ્યું કે મને લાગે છે હું ભારતમાં જ છું. મોદીએ કહ્યું અહીં પણ કૃષ્ણ ભગવાનની મોરલી તમારા હ્રદયમાં ગુંજતી હશે. મારું સૌભાગ્ય છે કે કાલે હું શ્રીનાથજીના મંદિર જઇને તમારા અને યજમાન દેશની સમૃદ્ધિ અને શાંતિની કામના કરીશ. આ સમગ્ર વિસ્તારમાં સૌથી જૂનું મંદિર છે. તાજેતરમાંજ શ્રીનાથજીના આ મંદિરને 200 વર્ષ થયા છે. મને જાણકારી છે કે કેવા પ્રકારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે તમે અને ભારતથી આવેલા ભક્તોએ આ અવસર મનાવ્યો. કે કાલે આ મંદિરના પુનર્વિકાસનું કામ પણ ઔપચારિક રૂપે શરુ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here