મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર પર સસ્પેન્સ : કૉંગ્રેસ-એનસીપીનો કોઈ નિર્ણય નહીં

0
302

મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે કે નહીં તેના પર હજી સસ્પેન્સ યથાવત છે. કૉંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આ મામલે કૉંગ્રેસે હજી કોઈ નિર્ણય લીધો નથી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ મામલે મહારાષ્ટ્ર કૉંગ્રેસના નેતાઓ સાથે વાત કરીને જ કોઈ નિર્ણય લેવામાં આવશે. કૉંગ્રેસની જેમ જ એનસીપીએ પણ ફેંસલો ટાળી દીધો છે. એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે કહ્યું કે તેમણે કૉંગ્રેસ સાથે ચૂંટણી લડી હતી અને નિર્ણય કૉંગ્રેસ સાથે વાત કરીને જ લેવામાં આવશે. કૉંગ્રેસની બેઠક ફરી સાંજે 4:30 વાગ્યે થશે, રાજ્યપાલે સરકાર બનાવવા માટે સાંજના 7:30 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. આ પહેલાં શિવસેનાના સાંસદ અને મોદી સરકારની કૅબિનેટમાં મંત્રી અરવિંદ સાવંતે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here