રાજકોટમાં ભગવાન રામ, લખન અને મા જાનકીની અલૌકિક રંગોળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર

0
180

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે.રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલી ઈમિટેશન જ્વેલરી માર્કેટ એસોસિએશન દ્વારા રોડ ઉપર ભવ્યાતી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. સંત કબીર રોડ ઉપર 2100 સ્ક્વેર ફૂટની રંગોળી કરવામાં આવી છે. તે રંગોળીમાં ભગવાન રામ, લખન અને જાનકી સાથે લંકાથી અયોધ્યા પધારી રહ્યા હોય, તે પ્રકારના દ્રશ્યો કંડારવામાં આવ્યા છે.30થી વધુ આર્ટિસ્ટ દ્વારા 48 કલાકની મહેનત બાદ રંગોળી પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં બનેલી આ 2100 સ્ક્વેર ફૂટની રંગોળી હાલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. ઇમીટેશન જ્વેલરીના પીન્ટુ રાઠોડના જણાવ્યા પ્રમાણે અયોધ્યામાં જ્યારે રામલલા રામ મંદિરમાં બિરાજી ચૂક્યા છે. ત્યારે અયોધ્યામાં હર્ષો ઉલ્લાસનો માહોલ છે.તો અયોધ્યાથી દુર રંગીલી ગણાતી એવી રાજકોટ નગરી પણ અયોધ્યા નગરી બને તે પ્રકારનું આયોજન ઇમીટેશન જ્વેલરી એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. જ્વેલરી માર્કેટમાં હાલ દિવાળી જેવો માહોલ છે. બહુમાળી ઇમારતો પણ રોશનીથી શણગારવામાં આવી છે. તો સાથે જ પ્રભુ જ્યારે મંદિરમાં બિરાજી ચૂક્યા છે. ત્યારે બુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ હજારો ભક્તોને આપવામાં આવશે.