રાજ્યના મંત્રીઓને પણ ઘરની બહાર નીકળી પ્રવાસ કરવાની સૂચના

0
893

ગુજરાતમાં અમદાવાદ સહિત ગુજરાતમાં સોમવારથી લોકડાઉન-4 શરૂ થઈ રહ્યું છે ત્યારે લોકડાઉન હળવું કરવાની સાથે કામ ધંધા રોજગાર શરૂ થવાના છે, જેમાં સરકારના વિવિધ કોન્ટ્રાક્ટના કામો પણ શરૂ થશે, પણ તેની સાથે રાજ્યના મંત્રીઓને પણ ઘરની બહાર નીકળી પ્રવાસ કરવાની સૂચના આપવામાં આવી શકે છે.ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, રાજય સરકાર હવે લોકડાઉનમાં મોટી રાહત આપવાની તૈયારીમાં છે અને સાથોસાથ કોરોના પર પણ તેવો જ અંકુશમાં રાખશે. તેમાં પણ અમદાવાદની સ્થિતિ રાજ્ય સરકાર વણસવા દેવા માંગતી નથી. તેવામાં એક વિશાળ વર્ગની રોજી રોટી જે ઠપ્પ છે તે ફરી શરૂ થાય તે માટે આગળ વધી રહી છે. સરકારના તમામ માર્ગ બાંધકામના કોન્ટ્રાકટમાં જે મોટા પ્રોજેક્ટ છે તે ફરી શરૂ કરવાની સૂચના અપાઈ છે અને ઉદ્યોગોને પણ કામકાજના માટે મંજુરી અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here