રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો : અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ

0
134

ગુજરાતભરમાં ચોમાસા પહેલા ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે બનાસકાંઠાના દિયોદર અને અમરેલીના લિલિયામાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આજે સૌરાષ્ટ્રમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં વરસાદના કારણે રોડ બેસી ગયાની ઘટનાઓ બની છે. જેના કારણે ટ્રક અને AMTS બસ ફસાઈ ગઇ હોવાના સમચાર આવ્યા છે. તો વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસદા વરસી રહ્યો છે. જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદી પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જસદણ તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here