રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

0
1233

રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી 3 કલાકમાં રાજ્યના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વર્સી શકે છે. જેમાં અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, ડાંગ, તાપી, દાહોદમાં 40 થી 60 કિ.મીની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વર્સી શકે છે. ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here