રાજ્યભરમાં અગનવર્ષાનો પ્રારંભ….

0
258

ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે અને આ શરૂઆતમાં જ આકાશમાંથી જાણે અગનવર્ષા થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. જે ગરમી એપ્રિલ અને મે મહિનામાં જોવા મળે છે તે ઉનાળાની શરૂઆતમાં એટલે કે માર્ચ મહિનામાં જ નોંધાઈ રહી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન નો પારો ભુજ માં 41.6 ડિગ્રીએ પહોંચ્યો છે. જે ગરમી તાજતેરમાં પડી રહી છે તે જોતા લાગે છે કે આ એક શરૂઆત છે, હજુ પણ ગરમીમાં વધારો થવાની પૂરી સંભાવનાઓ છે. રાજ્યમાં એવા 12 શહેર  છે જ્યા ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધુ છે.લોકો માટે બપોરના સમયે નિકળવું હવે મુશ્કિલ થઇ રહ્યું છે. હજું તો ગરમીની શરૂઆત છે તે પણ તાપમાનનો પારો 40 ડિગ્રીએ અડી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં અગનવર્ષા થઇ રહી છે. ત્યારે ભુજ 41.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું છે. હજુ પણ ગરમીમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. વહેલી સવારથી જ ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક અઠવાડિયા પહેલા સવારના સમયે સ્વેટર પહેરવાની જરૂર પડી રહી હતી. રાજ્યનું પાટનગર ગાંધીનગર હોય કે અમદાવાદ શહેર લોકો સતત વધતા તાપમાનના કારણે ગરમીની ઋતુની શરૂઆતમાં જ ત્રાહિમામ પોકારી રહ્યા છે.