રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા

0
79

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 362 નવા કેસ નોંધાયા છે અને 24 દર્દીના મોત થયા છે, જ્યારે 466 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 537 થયો છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છેકે, FSSI દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છેકે, ખાદ્ય ચીજવસ્તુઓ દ્વારા કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતું નથી. તેમજ ઠંડા પીણા, આઇસક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓના સેવનથી કોરોના ફેલાતો નથી. આથી આ પ્રકારની વસ્તુઓનું યોગ્ય રીતે ઉત્પાદન, સંગ્રહ વહન તથા વેચાણ કરવામાં આવતું હોય તો તેને કારણ વગર અટકાવવામાં ન આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here