રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી…

0
149

રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. પ્રતિ કલાક 35થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમ જણાવાયું છે. જામનગર, દ્વારકા અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ છે. જામનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જોવા મળ્યું છે. જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે.દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય છે. અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે