રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહીને પગલે 11 જીલ્લાઓમાં યલો એલર્ટ…..

0
157

રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે. દ્વારકા, પોરબંદરમાં, સોમનાથ અને જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ સાથે રાજ્યમાં 17 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 29 જૂને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે જ્યારે 30 જૂને દક્ષિણ ગુજરાતના 5 જીલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. ભરૂચ,સુરત,નવસારી,વલસાડની આગાહી. રાજ્યમાં 27 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે મધ્ય-દક્ષિણ ગુજરાતના 7 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.ચોમાસાના આરંભે જ મેઘનું તાંડવ જોવા મળશે. અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે આજે સૌરાષ્ટ્રના 4 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ કરાયું છે. જ્યારે 26 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવા સાથે 11 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું. જુલાઈના આરંભમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી. જયારે સૌરાષ્ટ્રના જિલ્લાઓના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.