રાજ્યમાં કોરોનાના કુલ 18,609 કેસ, મૃત્યુઆંક 1155

0
1094

ગુજરાતમાં અનલોક જાહેર કરવામાં આવ્યા બાદ સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યારસુધીમાં નોંધાયેલા સૌથી વધારે કેસો છે. જ્યારે 33 લોકોના મોત થયા છે તો 455 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ થયા છે, મૃત્યુઆંક 1155 અને કુલ 12,667 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, બનાસકાંઠામાં 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદામાં 4-4, પંચમહાલમાં 3, ભાવનગર, રાજકોટમાં 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here