રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,802ને આંબ્યો

0
756

રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,802ને આંબ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકમાં 23 દર્દીઓના મૃત્યુ સાથે ગુજરાતમાં કુલ 472 દર્દીઓ અત્યાર સુધીમાં કોરોના સંક્રમણ લાગ્યા બાદ મૃત્યુ પામ્યાં છે. કલોલ તાલુકાના જાસપુર ગામના 6 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ તમામ લોકો AMCમાં નોકરી કરતા હતા. વોટર ટીટમેન્ટ પ્લાન્ટમાં ફરજ બજાવે છે. આ તમામનો રિપોર્ટ કરાવ્યો હતો જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં લોકડાઉન હળવું કરવા ગંભીર વિચારણા કરાઈ રહી છે. જન જીવન ફરીથી ધબકતું કરવા ગંભીર ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here