રાજ્યમાં સંક્રમિત દર્દીઓનો આંકડો 12910 પર પહોંચ્યો

0
114

લોકડાઉન બાદ પણ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં નવા 371 કેસ સામે આવ્યા છે અને વધુ 24 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 269 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12,910 પર પહોંચી છે અને મૃત્યુઆંક 773 થયો છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.

આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 233, સુરત 34, વડોદરા 24, મહેસાણા 13, બનાસકાંઠા 11, મહિસાગર- 9, અરવલ્લી 7, ગીર સોમનાથ 6, ગાંધીનગર 5, કચ્છ- 4, જામનગર 3, સાબરકાંઠા 3, દાહોદ 3, નવસારી 3, સુરેન્દ્રનગર-3, અન્ય રાજ્યના 3, નર્મદા 2, જૂનાગઢ 2, પંચમહાલ 1, ખેડા-1 અને પાટણનો 1 કેસ નોંધાયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 24 લોકોનાં મોત થયા છે. જેમાંથી 6 નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 18નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે અમદાવાદમાં 17 , વડોદરા 3, સુરત, આણંદ,ખેડા અને મહેસાણામાં 1-1 મોત થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 52 દર્દી વેન્ટિલેટર પર છે અને 6597 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5488 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 166152 ટેસ્ટ થયા જેમાંથી 12910 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here