લોકડાઉન બાદ આજથી રાજકોટમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થશે

0
1010

કોરોનાનો પ્રપોક અને લોકડાઉન બાદ હવે ધીમે ધીમે જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. લોકડાઉન બાદ આજથી રાજકોટમાં ઉદ્યોગ ધંધા ફરીથી શરૂ થશે. રાજકોટના ભક્તિનગર જીઆઇડીસી, આજી જીઆઇડીસી, અટીકા જીઆઇડીસી,વાવડી કોઠારીયા જીઆઇડીસી,મીરા ઇન્ડસ્ટ્રીઝ એરિયા,સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા,સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફરી ધમધમતી થશે. જોકે કન્ટેન્મેન્ટ ઝોનમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવાની છૂટ આપવામાં આવી નથી.

તંત્ર દ્વારા રાજકોટમાં બુધવારે એક હજાર જેટલા ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી છે. આ માટે ઉદ્યોગકારોએ શરતો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે. રાજકોટમાં સવારે 8 થી 6 વાગ્યા સુધી જ ઉધોગોમાં કામ ચાલુ રાખી શકાશે.

ઉદ્યોગ-ધંધા શરૂ કરનારા એકમો-લોકોએ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ -ફરજીયાત માસ્ક, કામદારોનું આરોગ્ય પરિક્ષણ-કામના સ્થળને ડિસઇન્ફેક્ટ કરવું તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન-જાવન-ભોજન સહિતના સમય સહિતના નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે.

નોંધનીય છે કે, આ પહેલા મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું કે, રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન કરવા દેવાની સૂચનાઓ તકેદારી રૂપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી હતી. મુખ્યમંત્રીએ હવે છેલ્લા એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરમાં કોરોનાનો કોઇ નવો કેસ ન આવતાં આગામી તા. ૧૪મી મે ગુરૂવારથી રાજકોટ શહેરમાં કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here