વૉર વિશે સ્પૉઇલર ન ફેલાવવા હૃતિકે ચાહકોને વિનંતી કરી

0
1310

હૃતિક રોશને આજે રિલીઝ થયેલી ‘વૉર’ને લઈને લોકોને એક ખાસ અપીલ કરતાં જણાવ્યું છે કે તેઓ ફિલ્મના સ્પૉઇલર વિશે કોઈને ન જણાવે.
હૃતિક રોશને આજે રિલીઝ થયેલી ‘વૉર’ને લઈને લોકોને એક ખાસ અપીલ કરતાં જણાવ્યું છે કે તેઓ ફિલ્મના સ્પૉઇલર વિશે કોઈને ન જણાવે. આ ફિલ્મમાં હૃતિક અને ટાઇગર શ્રોફ જબરદસ્ત ઍક્શન કરતા જોવા મળશે. પહેલી વાર આ બન્ને એકસાથે આ ફિલ્મમાં એકબીજાનો સામનો કરતા જોવા મળશે. ફિલ્મને લઈને લોકોને વિનંતી કરતાં ટ્‍‍વિટર પર હૃતિક રોશને ટ્વીટ કર્યું હતું કે ‘હું તમને સૌને એક પર્સનલ રિક્વેસ્ટ કરવા માગું છું. અમે ‘વૉર’ને સખત મહેનત, બ્લડ, પરસેવો અને પ્રેમ સાથે બનાવી છે. ફિલ્મ જોયા બાદ મહેરબાની કરીને અમારા સ્પૉઇલર સંદર્ભે કોઈને જણાવતા નહીં, કારણ કે લોકોને એક અદ્ભુત અનુભવ આપવા માટે અમે એનો ઉમેરો કર્યો છે. તમારા પર આ વાતનો હું ભરોસો રાખી શકું છું.’
ટાઇગર શ્રોફને તેને આપવામાં આવેલો ઍક્શન હીરોનો ટૅગ પસંદ છે. તેની ઍક્શન લોકોને ખૂબ પસંદ છે. હૃતિક રોશન સાથેની ‘વૉર’માં તેની દિલધડક ઍક્શન સીક્વન્સ છે. પોતાને મળેલા ટૅગથી ખુશ છે એવું જણાવતાં ટાઇગરે કહ્યું હતું કે ‘ખરું કહું તો લોકોએ મારી છબી ઍક્શન હીરોની બનાવી છે. જોકે મને એ ટૅગ ગમે છે. મારા માટે તો એ એક આશીર્વાદ સમાન છે. વર્તમાનમાં ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. એવામાં કોઈ કઈ રીતે ટકી શકે? તમે અલગ શું કરી શકો છો? તમને એક ઓળખની જરૂર હોય છે. એક યોગ્ય સ્થાન અને એક ઓળખ મેળવવા માટે અમે કલાકારો ખૂબ મહેનત કરીએ છીએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here